1.
તારી પ્રેમ નીતરતી આંખો વણ-કહી વાત કહી ગઇ
તેની અબોલ ભાષા સમજી પાંપણ મારી ઝુકી ગઇ
શબ્દો વિનાની એક ગઝલ બંધ હોઠો થી પ્રગટ થઇ
તારાં હ્રદય માં થી નીકળી મારાં હ્રદય માં વસી ગઇ.
2.
ઝિંદગી નાં કેવા અજીબ મોડ પર આવી ને અટકી છું..!
તને શોધવા જ્યાં ને ત્યાં ભટ્કી છું..!
સગડ મળે જો ક્યાંય થી પણ તારાં
તને નિહાળવા બેચૈન છે નયનો મારાં
કેવી રીતે ભુલાઇ ગયાં જે દીધા હતાં તે વાયદા..?
ઝુરવું ને મરવું શું એ જ છે પ્રીત કેરા કાયદા..?
આંસુ બની ટપકી રહે છે યાદ તારી
ક્યારેક તો નિરાશા મટી આશા ફળશે મારી..!!
3.
ખુલ્લી આંખોએ જોયું મેં એક શમણું,
શમણાંમાં જોયું મેં મુખ તારું નમણું,
એ નમણાં મુખ પર રેલાઇ રહ્યું છે મંદ મંદ સ્મિત ,
જાણે કે વાંસળી માં થી વહી રહ્યું મધુર સંગીત..!..
હે સમય, તું ધીરે ચાલ, શમણું મારું જાય ના ટૂટી,
શમણાંની આ શરુઆત છે, હજુ તો એને છે પાંખો ફુટી…
4.
ના જાણે કેવું છે આ અનોખું બંધન...!
હૃદય મહીં વહી રહ્યું લાગણી ભીનું સ્પંદન
સૂરો તણી સરગમમાં ગુંજી રહ્યું ગુંજન
હૈયાની પ્રિત તણું બંધાઈ રહ્યું આ બંધન
પ્રેમ તણા પુષ્પોથી મહેકી રહ્યું મધુવન
ના જાણે કેવું છે આ અનોખું બંધન...!
5.
ગગનમાં તું, ધરામાં તુ,
પવનમાં તું, ઝરણામાં તું
મનમાં તું, હૃદયમાં તુ
નયનમાં તું, સ્વપ્નમાં તું
વાણીમાં તું, વિચારમાં તું
દ્રષ્ટિમાં તું, સૃષ્ટીમાં તું
શોધી જડુ ના, તારામય હું...!
(ચેતના શાહ)
LOVE IS GOD - प्रेम ईश्वर है।
Monday, March 10, 2008
પ્રેમ
Posted by गिरिराज जोशी at 3:58 AM 6 comments
Labels: chetna | चेतना
Subscribe to:
Posts (Atom)